હેમંત સોરેન બન્યા ઝારખંડના મુખ્યમંત્રી, કોંગ્રેસના 2 અને RJDના એક MLAએ લીધા મંત્રીપદના શપથ
ઝારખંડ (Jharkhand) માં આજે હેમંત સોરેને (Hemant Soren) પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેનને રાંચીના મોરહાબાદી મેદાનમાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. હેમંત સોરેન ઉપરાંત કોંગ્રેસ અને આરજેડીના પણ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડીના ગઠબંધનની સરકારના ચીફ એવા હેમંત સોરેને ઝારખંડના 11મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા.
રાંચી: ઝારખંડ (Jharkhand) માં આજે હેમંત સોરેને (Hemant Soren) પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેનને રાંચીના મોરહાબાદી મેદાનમાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. હેમંત સોરેન ઉપરાંત કોંગ્રેસ અને આરજેડીના પણ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડીના ગઠબંધનની સરકારના ચીફ એવા હેમંત સોરેને ઝારખંડના 11મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. હેમંત સોરેન સાથે 3 અન્ય નેતાઓએ પણ મંત્રીપદના શપથ લીધા. જેમાં કોંગ્રેસ વિધાયક દળના નેતા આલમગીર આલમ, ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ અને રાષ્ટ્રીય જનતા દળના નેતા સત્યાનંદ ભોક્તાએ પણ મંત્રી પદના શપથ લીધા.
આખરે શિવસેનાએ સ્વીકારવું પડ્યું, રાષ્ટ્રીય સ્તરે PM મોદીનો કોઈ વિકલ્પ નથી
આજે થયેલા આ શપથગ્રહણ સમારોહમાં મંચ પર વિપક્ષના તમામ મોટા નેતાઓ હાજર રહ્યાં હતાં. નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, પૂર્વ રાજ્યસભા સાંસદ શરદ યાદવ, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે, સુબોધકાંત સહાય, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, સહિત મોટા નેતાઓ હાજર રહ્યાં. આ ઉપરાંત ડીએમકેના નેતા એમ કે સ્ટાલિન, જેએમએમ નેતા અને હેમંત સોરેનના પિતા શિબુ સોરેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ, એનસીપીના નેતા સુપ્રિયા સુલે અને પ્રદેશના પૂર્વ સીએમ રઘુવર દાસ પણ મંચ પર હાજર રહ્યાં હતાં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube